એક શુભ દિવસે આવે ‌છે,તે નથી બહુ દૂર,

સોનો સરદાર આવશે,આનંદ થશે પૂર.

હલવાનના લગ્રમાં સૌ લોક નહોતરાય,

સર્વ દેશોની પ્રજા, તે પળ હાજર થાય.

દૂતો ગાશે પ્રીતના,મીઠાં સુંદર રાગ,

તે મધુર સંગીતમાં સંતો લેશે ભાગ.

ઉજળાં વસ્ત્ર પે`રીને,કન્યા શોભાયમાન,

ફોજની આગળ ચાલીને સુંદર ગાશે ગાન.

લગ્ર ભોજનમાં બેસે,બચેલા પાપી,

પ્રેમથી એવી વિધિને ઇસુએ સ્થાપી.

જે કોઇ મુકિત પામી લે,અને રહેશે સ્થિર,

તેમને પ્રભુ ન્હોતરે માટે થાવ શૂરવીર.