ત્રિધન્ય છે આશને, આપો જે ઇસુએ,

વર્ષો વિતે તો પણ અમે મળીશું સ્વર્ગ મધ્યે.

ત્રિધન્ય છે આ પ્રેમ બંધન અમને કરાવનાર એક,

ને ધન્ય તે આશને પણ સંપ કરાવનાર એકમેક.

જો ટાઢ વાએ તો તેમાં શું થાએ ખૂબ તોફાન,

છો તાપ પડે! સૌ મળીશું ઇસુ પાસે આસમાન.

નહાસી જશે નિશ્વાસને દુઃખ વેગળી થશે ચિંતા,

અમર પ્રિતો ને પૂર્ણ સુખ પામોશું ત્યાં સદા.