તજી દો તમાકુ,તજી દો વ્યસન,

કરો ધર્મદાન કે ભૂખ્યાંને મળે અન્ન,
ચલાવો જુનાં કપડાં રે થીગડાં મારીને,
ને બચે તેનું દામ અર્પો પ્રભુને.

સૌ લાવો દશાંશ કે આવકમાંનો ભાગ,

એકબે હપ્તા સુધી કરો ઘી ને ગોળનો ત્યાગ,
વધુ મહેનત કરી કમાવો પૈસા બે,
ને બચે તે સૌ અર્પિ દો પ્રભુને.

જ્યારે ખેતર ખેડો ને પાકી જાય અનાજ,

ત્યારે એકાદ ગૂંઠાને રાખો પ્રભુ કાજ,
ત્યાં જઇને પરમેશ્વર તો આશીર્વાદ દેશે,
જે ઉપજે તેનું દામ અર્પો પ્રભુને.

સૌ લોકો સાંભળો.આવ્યો સ્વનકાર,
મુકિતફોજને ખરી મદદ આપવા થાવ તૈયાર,
એક ટંક ઓછું ખાજો,કો બીજાને મળે,
ને બચે તેનું દામ અર્પેા પ્રભુને. મૂકો ચાને સાકર,મૂકો બીડી પાન,
સિનેમા ને નાટક મૂકી,દો પ્રભુ પ્રભુને દાન;
પોતાનો કરો નકાર,જેમ ઇસુએ કીધો છે,
ને બચે તેનું દામ અર્પો પ્રભુને.