ફોજનાં સિપાઇઓ સૌ જાગજો રે,ખ્રિસ્તી જીવન ઝળકાવજો.

ફોજનાં યોદ્ધાઓ જાગજો રે ખ્રિસ્તી આદર્શો દીપાવજો.

ધર્મ સંશોધનની હાંક વાગે.

સાચા શહીદો સત્વરે જાગે.
આત્મા જીતક દાઝ દર્શાવજે રે.-ખ્રિસ્તી

સત્યે તમારી કમરો બાંધી.

ટાળો જગતની જૂઠી આંધી
શબ્દે શબ્દે સત્યતા પ્રકટાવજો રે.-ખ્રિસ્તી

ટોપ તારણનો મસ્તકે ધારી.

યુદ્ધ સંગ્રામમાં શત્રુ હરાવી.
ખ્રિસ્ત વિજયી પતાકા ફરકાવજો રે.-ખ્રિસ્તી

આત્મા ઉદ્ધારનો દીપક પ્રગટાવો.

વ્હાણ વંટોળ મોજાથી ઉગારો;
લંગર ભવસાગરે લંગરાવજો રે.-ખ્રિસ્તી

દૈવી સૂત્રોનાં બ્યુગલો વગાડો.

જગતિક ક્રિયાં ને વ્હેમોં ભગાડો.
સત્ય-ભાષક વચનો સૂણાવજો રે.-ખ્રિસ્તી

યુદ્ધને મોખરે ખ્રિસ્ત ધરીને.

રચનાત્મક ખરો વ્યૂહ રચીને.
ખ્રિસ્ત-જીતક નોબત ગગડાવજેા રે.-ખ્રિસ્તી