રાગ : દોહરો. યુદ્વનો (કરાર)

સૂણો મારી સાક્ષી રે, સૂણો કબૂલાત,
ફોજમાં દાખલ થઈને, પાળીશ ખ્રિસ્તની વાત.

ઇશ્વર કૃપાથી મને. મળ્યું મુકિત દાન.

પિતા પુત્ર આત્માને. હું આપું છું માન.

ઇશ્વર મારો છે પિતા. ઇસુ મારો રાય,

ગુરૂ મારો શુદ્ધ આત્મા. કરે મારી સહાય.

ત્રિએક ઇશ્વર મહિમાવાન. તે પર છે સૌ પી્રત.

સેવાને આજ્ઞાનું માન. હું તો કરીશ નિત.

ખ્રિસ્તે આ ફોજ મુકિતને. કીધી છે ઉત્પન્ન.

તેમાં સેવિશ રોજ અને. લાવીશ બીજા જન.

ખરો છે તેનો ઉપદેશ હું માનું છું સહી.

તેને વળગી રહું હંમેશ. વિશ્વાસુ થઇ.

આ પવિત્ર યુદ્ધમાં અર્પિને તન મન.

ફેલાવું હું શુદ્ધતા. આ મુકિત પૂરણ.

સર્વ કેફી વસ્તુને. સુદ્ધાં અશુદ્ધ કામ.

ગાળો ને જૂઠાણાંને. તજુ છું તમામ.

બાળક, સ્ત્રી કે બીજો કોઇ. હોય મજ તાબેદાર.

તેમનો ન કરું અન્યાય. પણ હું કરીશ પ્યાર.

સૌને મુકિત પમાડવા. હું કરીશ કોશિશ.

માનીશ આ ફોજની આજ્ઞા. પહેરીશ સૈન્યવેશ.

૧૦ કાયદા મુજબ અમલદાર. મને આજ્ઞા દે.

તો થઇને મદદગાર. ઝટ માનીશ તેને.