SA478
રાગ : પ્રભુએ મુકિત માર્ગમાં નિત્ય ચલાવો | |
૧ | મેં જે મૂર્તિ ભકિત કીધી તે છે મારી ભૂલ. માટે હવે ઈસુ ખ્રિસ્તને કરું છું કબૂલ. |
૨ | ખોટી ચાલથી અલગ રહીશ, ચાલીશ નીતિથીજ. તજી દારૂ. અફીણ ગાંજો. બધી કેફી ચીજ. |
૩ | ફોજની સભામાં આવવાને રોજ કરીશ કોશિશ. અને ફોજને મદદ આપીશ ખુશીથી હંમેશ. |
૪ | મુકિત ફોજને બહું ચાહું છું ખરો તેનો ધર્મ, મુકિત માર્ગ તે બતાવે. ઈસુ ખ્રિસ્તનો માર્ગ. |
૫ | જય જય પ્રભુ જય જય ઈસુ જય જય ખરો દેવ, હવેથી હું તને જ ભજી કરીશ તારી સેવા. |