I know that my Redeemer

Eng.S.B.144
And above the rest, 5
L.M.

જીવંત છે મજ ખંડણી ભરનાર,ઉત્થાનનો આનંદ તે લાવનાર,

કબરની મહોર તોડી જીતનાર, છે સર્વસમર્થ મુજ તારનાર.

ઈસુના નામની જય બોલો,

કે તેણે મુકિત માર્ગ ખોલ્યો.

જીવે છે આશિષ આપવાને, જીવંત વકીલાત કરવાને,

જીવંત ભીતિ મટાડવાને, જીવંત, આંસુઓ લૂંછવાને.

જીવંત ઈસુ છે મિઞ, જ્ઞાન, કેવી રીતે કરું સન્માન,

જીવંત તૈયાર કરવા મકાન, મુજને દોરી લેશે આસમાન.

જીવંત ઞાતાની સ્તુતિ થાઓ,પૂજ્ય ભકિતએ ગીતો ગાઓ,

ઉત્થાનનો પડકાર ગજાવો, જીવંત ઉદ્વારક ફેલાવો.