આનંદે ઉલ્લાસી અખિલ અવનિ આ વારી,

આજ પ્રભાતે ઉઠયો ઈસુ મૃત્યુને વિદારી.
મહા મૂલવાન જીવન અર્પી અવનિ ઉગારી
મૃત્યુ જીત્યો માનવ કાજ ઘોર ઉઘાડી. આનંદે

જીતી શત્રુ શેતાન આજે મૃત્યુ હરાવી,

તોડયો મૃત્યુ ડંખ ,કાઢી ઘોરની જયકારી,
સ્વર્ગીય ઘર કેરી વાટ ખ્રિસ્તને ઉજાળી,
દિવ્ય અજવાળાની જોત માર્ગે બતાવી. આનંદે

ઝૂલે સૃષ્ટિ સારી આજે હૈયા ઉજાળી,

ઉઠે ભ્રમર પુષ્પમાંથી પાખં ગૂંજાળી,
ઈશવાણી સૂણ મધુર, રે તત્કાળી,
પામી અનંત જીવન ચાલ વાટ રૂપાળી, આનંદે,