SA47
ટેક - તારા વિના નથી કોઇ તારણહારો પ્રભુજી; તું એકલો છે સઘળાનો તારણહારો પ્રભુજી. | |
૧ | તને મૂકી ભટકે છે સર્વ સંસારા પ્રભુજી; પણ તુંમાંથી વહે છે જીવનધારા પ્રભુજી. |
૨ | તે માફ કીધાં છે સર્વપાપ અમારાં પ્રભુજી; તારાં વચન છે સર્વ સત્ય સારાં પ્રભુજી. |
૩ | તું બોલાવે છે સર્વ કષ્ટ કરનારા પ્રભુજી; ને ઉતારે છે તેમના સર્વ ભારા પ્રભુજી. |