On the cross of Calvary

Eng. S.B. 128
On the Cross of Calvary, 326; Maidstone,325
7.7.7.7.D

કાલવારીના સ્તભં ઉપર, ઇસુએ સહ્યું મરણ;

વહેવડાવ્યું અમૂલ્ય લોહી, કે પાપને કરે હરણ;
શુદ્ધ કરનાર લોહી વહે છે, હીમ કરતાં સાફ કરે છે,
ઇસુએ મારે લીધે,સહ્યું કાલવરીના સ્તંભ પર,

વધસ્તંભ પર, વધસ્તંભ પર, ઇસુએ મારે લીધે,
સહ્યું વધસ્તંભ ઉપર.

જુઓ કેવો અજબ પ્રેમ, લાવ્યો મને ખ્રિસ્તની ગમ!

જૂઓ કેવો મોટો પ્રેમ, માગે છે સંપૂર્ણ હોમ!
સોંપું છું તન, મનને ધન, કેમકે તે થયો જગન;
મારે લીધે તારું લોહી , વહ્યું વધસ્તંભ ઉપર,

ઇસુ,હું તો તારો છું, તારો હું રહીશ સદા,

ધન્ય ખ્રિસ્ત છે મારો તું, સદા રહે મનમાં મારા;
મારા મનને શુદ્ધ કર, રાખ પવિત્ર જીવન ભર
કેમકે વહ્યું તુજ રૂધિર, કાલવારીના સ્તંભ ઉપર,

થયો અંધકાર પૃથ્વી પર, જ્યારે તેણે મોત સહ્યું,

"પૂરું થયું" છેલ્લી વાણી, શિષ નમાવી પ્રાણ છોડયો;
પૂરું થયું! પૂરું થયું! આખું જગ છૂટું થાએ,
આ કારણથી ખ્રિસ્ત મૂઓ, કાલવરીના સ્તભં ઉપર.