SA464
ટેક: અમારો ખ્રિસ્ત ત્રાતા આજ,વધસ્તંભ પરે જડાયો. અમારો મુક્તિ દાતા આજ,પાપીને હાથે મરાયો. | |
ગઝલ | |
૧ | વિના વાંકે તે ટિંગાયો, સ્તંભે રૂધિર રંગાયો, શિર શૂળતાજ મૂકાયો, મૂખે રે નાથ થૂંકાયો. |
૨ | જાણે કર પાય તો તેના, હોએ કંઇ કાષ્ટનાં એના, હથોડે ઠોકતાં રે ના, દયા લે દુશ્મનો એના. |
૩ | લોહીની છૂટતી ધારો, હૃદયે દુઃખનો ભારો, થતી બૂમો મારો મારો, યહુદી રાયને મારો. |
૪ | વીંધાયું દિલડું તારૂં, વહૃયું વેગરે રૂધિર તારૂં, હણ્યું હલવાન બિચારું, જગતનું પાપ હરનારૂં. |
૫ | મરાયો તું હણાયો તું, સતાવાયો ઘવાયો તું, હસાયો તું કસાયો તું ગયો પી વિષ પ્યાલો તું. |
૬ | ભરી તેં ખંડણી ભારી, દઇને જીંદગી તારી હવે આ ફર્જ છે મારી, કરું સેવા સદા તારી |