પરસેવો તારો લોહી જેવો થઇ ગયો રે:

લોહી થઇ ગયો રે. ભીંજાઇ ગયો રે.

ગેથસેમાનેમાં આવ્યો રે, શિષ્યોને સાથે લાવ્યો રે,

તમે અહીંયાં જરા બેસો, ભક્તિમાં લાગુ રહેશો.

એકાંતે પ્રાર્થના કીધી રે, પાપીની પીડા લીઘી રે,

ગુરુ ખેદિત ઘણો થયો, પરસેવો લોહી થયો.

શિષ્યો ની પાસે આવ્યો રે,વ્યાકુળ મનમાં થયો રે,

તમે જાગો મારા ચેલા, હવે શત્રુ આવ્યા પેલા.

પરસ્વાધિન કરનાર આવ્યો રે,સિપાઇઓ સાથે લાવ્યો રે,

હું ચુંબન જેને કરું,તે જાણો ઇસુ ગુરુ.

ઇસુને પકડી લીધો રે,બહું જુલમ તે પર કીધો રે !

હા,દુઃખ હતું બહુ ભારી, ઇસુને થપ્પડ મારી.