While shepherds watched

Eng. S. B. 93
Winchester Old. 144; Nativity New,117
C.M.

બેઠેલા હતા પાળકો ઘેટાંને સાચવતા,

કે પ્રગટ થયો દેવનો દૂત ને પકાશ થયો ત્યાં.

તેઓની બીક જોઇ તેણે કહ્યું કે “બીશો” મા,

સુસમાચાર આપું તમને, સૌ લોકોને કાજ જગમાં,

દાઊદના રાજના નગરમાં, દાઊદ સંતાનમાંથી,

આજે જનમ્યો જગત્રાતા આ તેની નિશાની.

“કે તમે એક ગભાણની માંય જોશોતે સ્વર્ગી બાળ,

લૂગડામાં લપેટેલો કે જાણે હોય કંગાળ.”

દૂત બોલ્યોને આકાશ મધ્યે સ્વર્ગી સેના દેખાય,

મહા સુંદર રાગો કાઢીને આ ગીત ગાતાં સંભળાય

કે “હોજો દેવને મહિમા, ને જે પર તે પ્રસન્ન,

એવાંને હોજો કુશળતા, શાંતિ પામે સર્વ જન”