Irby,655,G.

8.8.8.7.7.7.
"ગગન મધ્યે દૂતો ગાય છે,હોજો દેવને મહિમા !
ઘેટાં પાળકો ગભરાય છે, કહ્યું દૂતે “બિહોમા" !
અત્યાનંદની વાત કહું, પધાર્યો ઇસુ પ્રભુ"

દૂતનાં સુંદર ગાયન સાંભળી પાળકો હરખાયા બહુ;

બેથલેહેમમાં તેને શોધવા ઊઠી દોડતા ગયા સહુ;
વીશીમાં તે બાળ મળ્યો, ગભાણ મધ્યે સુતેલો.

માગીઓએ દીઠો તારો, તેથી પામ્યા બહુ પ્રકાશ.

આવ્યો છે જગનો તારનારો, એમ તેઓએ જાણ્યું ખાસ,
પાછળ ચાલ્યા વગર વહેમ, ઇસુ મળ્યો બેથલેહેમ.

અમે પણ શોધ્યો છે તેને, શાંતિ સહિત જડયો છે,

પાપનો બોજો લીધો તેણે, તેના રક્તમાં માફી છે;
ઇસુ અમમાં રહે છે હાલ, શુદ્ધ રહેવાશે સર્વકાળ.

માટે બધા લોકો આવો, સૂણો સર્વે તેની વાણ,

કરો પાપનો પસ્તાવો, આખા મનથી શોધો ત્રાણ;
ઇસુ પર રાખો વિશ્વાસ, મળશે મુક્તિ ને પ્રકાશ.