Hark ! the herald angels

Eng. S. B. 82
Harkk ! te herald angels, 322
7.7.77.D.

સૂણો દૂતોને ગાતા !આજે જનમ્યો ત્રાતા;

શાંતિ દયા પૃથ્વી પર, અમને મળ્યો છે ઇશ્વર.
સર્વ દેશના લોક હરખાઓ,સ્વર્ગી સેના સાથે ગાઓ,
દૂતો સાથે જણાવો, બેથલેહેમમાં ખ્રિસ્ત જન્મ્યો.

ટેક : સૂણો દૂતોને ગાતા!આજે જનમ્યો ત્રાતા;
ખ્રિસ્ત આકાશના સ્વામી! ખ્રિસ્ત સનાતન જનત્રાણી!

ઇશ્વરનો ખરો અવતાર,કુંવારીથી જન્મ લેનાર.
શબ્દ થયો છે સંદેહ, તેને ભજો નિઃસંદેહ,
ઇશ્વર સાથ કરાવવા મેળ, આવ્યો છે ઇમાનુએલ.

જય જય!શાંતિના સરદાર, સૂર્ય નેકીના જયકાર!

જોત,ને જીવનના દાતા, તું છે પાપીનો ત્રાતા!
સ્વર્ગી ગૌરવ તજી તે, મોત હરાવવા જન્મે છે,
જન્મ લીધો છે ઇસુ, તેથી મુક્તિ પામ્યો હું.