(રાગ : મારા પ્રાણ પ્રિય ઇસુ)

ટેક: મારો પ્રિય ઇસુનાથ, જન્મ્યો પતિતોને માટે,
પતિતોને માટ ઇસુ, પતિતોને માટ.

સ્વર્ગી સુખને મહીમા મૂકી થયો તે બહુ લીન;

માનવ પાપનિવારણ અર્થે જન્મ્યો નાતાલ દિન, મારો.

પોઢેલો છે ગભાણ માંહે દેવ તણો એ સુત;

સ્વર્ગી દૂતો ગીતો ગાએ, મસીહ છે અદ્‌ભુત, મારો.

માગી લોક ઉમંગે આવ્યા દર્શન કરવા માટ;

બાળરાયને અર્પણ અર્પી પ્રણમે ભલીભાત, મારો.

પાપ તણો અનુતાપ કરીને વિશ્વાસ રાખો, ભ્રાત;

ત્રાતા ઇસુ ખ્રિસ્ત ખરેખર તારે માનવ જાત, મારો.

હૃદયરૂપી અર્પણ આજે માગે ઇસુ નાથ;

મનની માંહે ગાદી સ્થાપી રહેવા સદા સાથ,મારો.

નાતાલ કેરા શુભ પ્રસંગે ખ્રિસ્તી મિત્રો ઇષ્ટ;

હર્ષિત સાદે સઘળા બોલો,"જય,જય ઇસુ ખ્રિસ્ત." મારો