ગભાણમાં છે મરિયમ માતા, જન્મ લે છે ત્યાં જગતનો ત્રાતા,

પીપીનો તારણહાર, ઇસુજી, જન્મયો છે બાળ.

દુતોએ દીધું દર્શન આવીને, ભરવાડો શુભ વધાઈ પામીને,

ગભાણે આનંદે જાય, ઈસુજી જન્મ્યા છે બાળ.

વિધવિધ અર્પણો માગીઓ લઈને, અર્પે ઈસુને બેથહેલેમ જઈને,

મસિહા તારણહાર, ઈસુજી જન્મ્યા છે બાળ.

સ્વર્ગ ભુવનનો ત્યાગ કરીને, આવ્યો ગભાણે દીન થઈને,

પાપીનો દંડ ભરનાર, ઈસુજી જન્મ્યા છે બાળ.