તેમાં જનમ્યો જગત ત્રાતા,

ધર્યું છે ઇસુ નામ રે, સદેંશો સૂણજો.

આનંદથી આકાશના દૂતો,

ઇસુનાં ગાએ છે ગાન રે, સદેંશો સૂણજો.

સત્ય વધામણી કે' વાને દૂતો,

ફરે છે ગામે ગામ રે, સંદેશો સૂણજો.

વાટ જોતા તા પૂર્વના લોકો,

દીઠું તારાનું નિશાન રે, સંદેશો સૂણજો.

આંનદ કરતા આવ્યા બેથલેહેમ,

અર્પે છે બોળ, લોબાન,રે, સંદેશો સૂણજો.

વિશ્વાસ કરી સૌ, આવો ઇસુ પાસ,

આપે છે મુક્તિ દાન રે, સંદેશો સૂણજો.