SA424
૧ | જયકારી આનંદકારી નાતાલ, અખિલ વિશ્વમાં; પ્રતાપી નરેશ બાળ ઇસુ, આવ્યો ભુલોકમાં. |
૨ | ગાજી નોબત, ગાજ્યું મંડળ, દિવ્ય પ્રભાતમાં; વાંજિત્ર વાગે આનંદ વ્યાપે, સકળ સૃષ્ટિમાં. |
૩ | ધન્ય દેશ ધન્ય બેથલેહેમ, ધન્ય દિન મંગળ; ધન્ય ઇસુ બાળ તુજને, ભજે સૌ મંડળ. |
૪ | પવિત્ર બાળ રાયને, પહેરાવીએ સુંદર તાજ; સ્તુત્યાર્પણ હૃદય સમ, અર્પીએ જઇને આજ. |