તુજ પર છે મુજ ઈમાન, કાલવારીના હલવાન,

દિવ્ય તારનાર!
સૂણજે જ્યારે સેવું, દૂર કર પાપનું દેવું,
ને આજથી કર એવું, રહું તુજ સૌ વાર.

તારી દયા આ પળ, મજ કમજોર દિલને બળ,

ને આસ્થા દે;
મર્યો મજ કાજ તું રાય,મુજ પ્યાર તુજ માટ સદાય,
શુદ્ધ,ગરમ,અચળ થાય, જીવંત આગ જે.

હું ગૂંચવાઉં જ્યારે, શોક હોય આસપાસ ભારે,

થા મુજ આધાર;
દૂર કર મારો અંધકાર,લૂંછ અશ્રુ પણ આ વાર,
નહિ થાઉં ભટકનાર, તુજથી કો વાર.

આ જીવનો અંત જ્યારે મોત કેરી રેલ જ્યારે,

મુજ પર આવે;
તો પ્રેમમાં ઓ તારનાર, બીક અવિશ્વાસ નિવાર,
મને ખંડી લેના,પાર ઉતારજે.