પ્રકાશે સૂર્ય કિરણ જયાં, ઇસુનો અમલ થશે ત્યાં;

નાશ પામતાં સુધીસૂર્ય, હંમેશ રાજ તેનું ફેલાશે સૌ દેશ.

તે માટે પ્રાર્થના થશે નિત,ફેલાવશે કીર્તિ ઘણાં ગોત;

અત્તરના જેવું તેનું નામ, મઘમઘશે સવારે સૌ ઠામ.

પ્રેમ તેનો સ્તવો મહિમાવાન,સૌ દેશનો પ્રજા કરશે઼ ગાન,

ને કોમળ બાળો કાઢી સૂર,ગુણ ગાશે ઇસુના મધુર.

રાજ તેનું અતિ આશિષયુકત,થાય કેદી તેમાં બંધન મુક્ત,

પામે આરામ સદા શ્રમિત જન,ને કંગાળ પામે પુષ્કળ અન્ન

તેને ભૂપ માની શક્તિમાન, સૌ પ્રાણી આપો ઉત્તમ માન.

દૂત આભે ઊડતાં સ્તવન ગાય, ’આમેન’ થી ભૂતળ ગાજતું થાય.