પરિક્ષણ તમને થાય છે બહુ,ચિંતા નહિ,

તમારો આશ્રો છે ઇસુ, ચિંતા નહિ;
તેના ઉપર ચિંતા નાખો, વધસ્તંભને ઝાલો રાખો;
એમ જયવાન થયા છે લાખ્ખો, ચિંતા નહિ.

તમારા ઝાડ જો ન ફળે,ચિંતા નહિ,

ને ખેતમાં બો બધાં સડે,ચિંતા નહિ,
તમારાં ઢોરઢાંક મરો જાય લોક વચન આપો ફરી જાય,
પ્રભુ જાણે છે કરશે સહાય, ચિંતા નહિ,

જો મેં’ણાં મારે પાપી લોક. ચિંતા નહિ,

ને જુદા ભાઈઓ કરે રોક, ચિંતા નહિ,
પ્રભુ તમને આપશે શક્તિ, જેણે બચાવ્યા રક્તથી,
કરતા રહેજો ખરો ભક્તિ, ચિંતા નહિ.