SA400
૧ | ગૌરવ હો ઇશ્વરને આજ રાત, કે દિવસ ભર રહ્યો મજ સાથ; હે સૂષ્ટિનાથ, મને સંભાળ, રાખ તુજ પાંખ તળે ર્સવકાળ. |
૨ | તુજ પુત્ર કાજ મને માફ કર, ને મન મારું શાંતિથી ભર; તારો ને સૌનો થાય મેળાપ, ને મને મીઠી નિંદ્રા આપ. |
૩ | એમ વર્તુ કે, મરણને દ્વાર, જેમ ઊંઘવા તેમ હોઊં તૈયાર; ને છેલ્લો નિંદ્રા એવી થાય, કે અંતકાળે હર્ષથી ઉઠાય. |
૪ | રાત્રે મને ઊંઘ નવ આવે, શુભ વિચાર તું મનમાં લાવે; કુસ્વપ્નથી મને બચાવ, પગ તળે શેતાનને દબાવ. |
૫ | સ્તુતિમાન હોજો સર્જનહાર, સ્તવો રે તેને સૌ સંસાર; સ્તવો તેને દેવદૂતો ર્સૌ, ત્રિએક ઇશ્વરનો સ્તુતિ હો. |