ટેક : તે દોરે છે,તે દોરે છે ! પોતાના બળવંત હાથ વડે,

વિશ્વાસુ અનુચર થાઉં, કેમકે તે મને દોરે છે.

તે દોરે છે ! ધન્ય વિચાર, સ્વગી દિલાસો તે દેનાર,

જે માર્ગે જાઉં, જે કામ કરું, તેમાં ઇસુ તો દોરે છે.

કોઇ વાર તો વાટ અંધારો હોય, કોઇ વાર ફૂલ ફળનીવાડી હોય,

શાંત જળ ને કે આંધીએ, તો પણ તે પોતે દોરે છે.

હે પ્રભુ તારો હાથ ઝાલું, સંદેહે વગર પાછળ ચાલું,

જે સ્થળ કે સ્થિતિમાં રહું, તેમાં તે મને દોરે છે.

જિંદગીની સેવા થાય પૂરી, મળશે જીત તારો કૃપાથી,

મરણની બીક ન જાણું હું, તેમાં તે મને દોરે છે.