SA396
૧ | શું તું થાકેલ, શું ઉદાસી,મન તારું ગભરાય? “આવ મુજ કને “ઇસુ કહે છે,લે વિરામ. |
૨ | વાટસરુંનું શું છે નિશાન,જેથી થાય મેળાપ ? હાથે પાયે કુંખે, તેના ઘાની છાપ, |
૩ | જો તેને માથે રાજમુગટ, હોય તો મુજને કહો, હા તેને માથે છે મુગટ, કંટાનો ! |
૪ | જો હુ ચાલું તેની પાછળ, મને મળશે શું ? અતિ સંકટ, અતિ મહેનત, ને આંસુ. |
૫ | જો તેને હું વળગી રહું અંતે શું ઇનામ? દુઃખને બદલે અનંત જીવન, ને વિરામ ? |
૬ | મને લેવા કરું અરજ, શું ના કહેશે તે? આકાશ ધરતી રહે ત્યાં સુધી ના, નહિ કહે. |