ઓ જગની સઘળી પ્રજાઓ, ગાતાં ગાતાં દેવ પાસ આવો,

કરો સૌ લોકો જય જયકાર, ને માનો તેનો ઉપકાર.

જાણો કે તે છે આપણો દેવ, સર્જનારની કરવી જોઇએ સેવ,

આપણો ઉત્તમ પાળક તે, ને તેનાં ઘેટાં આપણે.

આભાર માનતાં આવો બધાં, તેની પવિત્ર ભાગળમાં,

ઉપકાર માની નામ તેનું લો, હા, તેના નામને ધન્ય કહો.

કેમકે પરમેશ્વર ઉત્તમ છે, કૃપા તેની સનાતન છે,

સત્યતા કાયમ છે તેની, પેઢી દર પેઢી રહે ટકી.