હે ઇશ્વર મારા બાપ હું ભટકું છું, સ્વધાનથી દૂર અંધારા માંય,

શિખવ મને કે મનથી કહું, તુજ ઇચ્છા થાવ !

જે મને બહુ પ્રિય હશે, તેનો ભાગ કરવા તું કહે,

આધીન થાઉં, એ તારું છે, તુજ ઇચ્છા થાવ !

જે મિત્ર જીવથી વ્હાલો હોય, તે મરણથી વિયોગી થાય,

તોય તારી ગમ જોઇશ સદાય, તુજ ઇચ્છા થાવ !

જો રોગથી ઉંમર ટૂંકી થાય, ને મારું તન ઘણું પીદાય,

તો પિતા કરજે મારી સહાય, તુજ ઇચ્છા થાવ !

જો મારા નિર્ગત મન મધ્યે, તારો શુદ્વ આત્મા ઘર કરે,

તો મારી સૌ ચિતા મટે, તુજ ઇચ્છા થાવ !

મજ ઇચ્છા કર જેવી તારી, ઇચ્છાતારી સાથ મેળવી,

કે સદા કહું ખુશીથી, “તુજ ઇચ્છા થાવ” !