ટેક : ત્રાતા મને વહાલો લાગે, ત્રાતા વહાલો લાગે.
ઇસુનું નામ કેવું મધુર, સિપાઇને લાગે છે!

સંતાપ ટાળે, ઘાઓ રૂઝવે, ને બીક નસાડે છે.

સમુ કરે ઘાયલ હદય, દુઃખી મન કરે શાંત,

ને ભૂખ્યા જીવ તેથી ધરાય, થાકેલાને નિરાંત.

નામ ઇસુ મારો ગઢ, આધાર, મુજ ઢાલને આશ્રય સ્થાન

છે મારો એ અખૂટ ભંડાર, કૃપા, પ્રીત મૂલ્યવાન.

અધુરા છે મારા વિચાર, ને ઠંડો મારો પ્રેમ,

પણ તને હું જોઉં જે વાર, હું ભજુ જોઇએ તેમ.

જ્યાં સુધી જીવું જગતમાંય, તુજ પ્રીતનાં ગાઉં ગાન.

ને મારું મરણ જયારે થાય, તાજની પામે મજ પ્રાણ.