મુજ સાથે રહે ! સંધ્યાકાળ થાએ છે,

અંધારું થાય છે, પ્રભુ, સાથે રહે!
જ્યારે સહાય, દિલાસો કો ન દે;
નિરાધાર સહાયક, મુજ સાથે રહે.

ટૂંક છે આયુષ્ય,મર્યાદા આવી પાસ,

જગતની માયામાં, છે નહિ ઉલ્લાસ;
મોત ને વિકાર, ચારેદિશ દેખાય છે,
હે પ્રભુ નિર્વિકાર, મુજ સાથે રહે.

તારી જરૂર છે, મને હર વેળા,

શેતાન કેમ હારે, વર તુજ કૃપા!
તુજ વિના કોણ, સદ્‌ગુરુ ત્રાતા છે?
અંધકાર અજવાળામાં, મુજ સાથે રહે.

તું આશિષ દે, ન લાગે રિપુ ત્રાસ

ન દુઃખમા ભાર, ન આંસુમાં કડવાસ;
કયાં મોતનો ડંખ ?કબરની કયા ફતેહ?
નિત મને જય, જો તું મજ સાથ રહે.