SA384
૧ | ધન છે તે ઘરને જેમાં ખ્રિસ્ત, સુપ્રીતિ ઉપજાવે, ત્યાં એક છે ઇચ્છા પ્રાર્થના નિત, કે ઇસુ બચાવે. |
૨ | ધન છે તે ઘરને જ્યાં સંભળાય, સદા ઇસુનુ નામ, જ્યાં બાળોતેની સ્તુતિ ગાય, ને કરે તેનું કામ. |
૩ | ધન છે તે ઘરને જેની માંય, નિત નિત થાએ પ્રાર્થના, જેમાં દરરોજ શાસ્ત્ર વંચાય, ને આશિષ દે ત્રાતા. |
૪ | પ્રભુ, તું એમ કર કે સૌને, આ પરમ સુખ મળે, તુ જ માં હદય પરોવીને, દોરજે તું દર પળે. |