અરે પ્રીત અધિક પ્રીત, પ્રીતનો તું પહાડ છે ,

જ્યારે યુદ્ર કઠણ થાય, તું તો ખરી આડ છે.

હીરા માણેક રત્નો કરતાં સુશોભિત પ્રીત છે,

રે દયા ભરેલ તુ, તુજ પ્રીત ખચીત છે.

પ્રીતિ રે પ્રીતિ સંપૂર્ણ સ્વર્ગી દેશથી આવી છે,

પાપમાં ડૂબી મરતી માનવ, જાતને બચાવી છે.

પ્રીતિનો પ્રકાશ તારો, દિન પ્રતિ દિન છે,

દ્વશ્ય પ્રીત, અદ્વશ્ય પ્રીત, તુજ પ્રીત માં આમેન છે.

પ્રીતિ કાજ, છોડયું રાજ, છોડયો વૈભવ સ્વર્ગનો,

સહયું મરણ દીધું ત્રાણ, પા’ડ માનુંપ્રીતનો.

વખાણું નીત ગાઉં ગીત, તુજ પ્રીત અજીત છે,

અચરતી પ્રીત, શોભિતી પ્રીત, પ્રીત મિષ્ટ છે.

ચાખી જુઓ ખ્રિસ્ત પ્રીત, કેવી પ્રીત મિષ્ટ છે.

મધથી મિષ્ટ છે, સ્વાદિષ્ટ, પ્રીત મારી ઇષ્ટ છે.