જીવનનાં દરિયે તોફાનો ભારી,

ઝોલાં ખાએ છે નૈયા અમારી,
થઇ સુકાની કાંઠડે ઇતારજો.

કામ કોઘ ને મત્સરનો ભરીઓ,

ગર્વને મોહના દોષનો દરિયો,
અમ પાપીને પાપથી બચાવજો.

સંકટો આવે ઘસી ઘસીને,

કરો સહાય પ્રભુ નાવે વસીને,
સૌ જીવનના તાપથી ઉગારજો,

તમારા વિના જીવન સુનાં,

ઘણા સતાવે વિચારે જુના,
તમે સત્યની રોશની રેલાવજો.