SA38
૧ | મને પાપની બુદ્વિએ ઘેર્યો જયારે, ગયો પિતા પાસે માગ્યો ભાગ ત્યારે; |
૨ | સૂણી વાકય મારું લાગ્યું દુઃખ ભારી, આપી દુઃખની સાથ તો પૂંજી મારી; |
૩ | બઘું દ્રવ્ય ખર્ચ્યુ કુમાર્ગે તમારું, કૃમિત્રો મળ્યાથી ફૂટયું ભાગ્ય મારું; |
૪ | અરે ! દુઃખના ડુંગરોમાં દટાયો, ખરા સુખના લાભને મેં ગુમાવ્યો; |