લીલાં લીલાં બીડોમાં મને ચરાવે છે....(૨)

વળી નિર્મળ ઝરામાં મને પીવાડે છે....(૨)
તે આગળ આગળ ચાલે છે,ને રક્ષા કરતો જાય છે,
તેની મઘુર વાણીથી હું તૂપ્તિ પામું છું.

મૂત્યુ કેરી ખીણ મઘ્યે મને સંભાળે છે.

જંગલ કેરાં જોખમથી મને બચાવે છે;
તે મલમપટટી કરે છે, ને દિલાસો પણ તે દે છે.
તેની પ્રેમભરી સેવામાં હું આનંદ પામું છું .

વેરી કેરી હાજરીમાં ભાણું તે પીરસે છે,

કટોરો આનંદથી ઊભરાઇ જાય છે,
તે શુદ્ધ પવિઞ બનાવે છે, આત્માનું દાન વળી દે છે,
નિત નિત તેની સહાય થકી જય પામે જાઉં છું.