જો પણ ફુલ તણી શોભા બહુ આજ જણાશે,

તો પણ જોતામાં કાલે, કરમી સહુ જાશે;
યોડી વાર પછી જુઓ, તેનો ક્ષય યાશે,પણ.

જોબનકાળ ઘણો દીપે, તાજા બળ સાયે;

સર્વ પ્રસંગે હર્ષ કરે, નહિ દુઃખલે માયે;
યોડાં વર્ષ પછી બદલે, ગોયાં બહુ ખાતે. પણ.

મિત્રોની તો પ્રીતિ ખરી, હોશે બહુ વા’લાં,

તોય કદાય અદ્રશ્ય થશે, દીશે મન ઠાલાં;
સ્નેહ તજી રાખી શિખે, મોઢાં વિકરાળાં, પણ.

સૃષ્ટિ વિકારે, ફુલ ખરે, ને જોબન જાશે,

ચંદ્ર ઘટે, શુભ સૂર્ય નમે, ને સિંધુ ફરાશે;
મિષ્ટ હવાની આધી યાશે, મિઞો બદલાશે, પણ.