SA371
૧ | શાસ્ત્ર પવિત્ર ખરો ભંડાર, જ્ઞાન સનાતન ત્યાં મળનાર; છે મુજ મૂળ તણું ત્યાં જ્ઞાન, છે મુજ જાત તણું ત્યાં ભાન. |
૨ | છે મુજ ચૂક વિષે ત્યાં બોઘ, છે મુજ ભૂલ વિષે ત્યાં શોઘ, છે મુજ માર્ગ તણો દોરનાર, છે પ્રકાશ મને દેનાર. |
૩ | છે મુજ ન્યાય તણો ચુકાવ, છે મુજ ત્રાણ વિષેનો ભાવ; છે મુજ દોષ વિષેનો માર, છે મુજ નબળાનો આધાર. |
૪ | છે મુજ સ્વર્ગ તણો ત્યાં આશ વર્ણવે પાપોનો નર્કાવાસ, શાસ્ત્ર પવિત્ર ખરો ભંડાર, જ્ઞાન સનાતન ત્યાં મળનાર, |