ટેક - જય જય ! બોલો પ્રભુ ઇસુની, સૌને માટે મુકિત છે પૂરી,

કરી પસ્તાવો, વિશ્વાસ ધરી, મુકિત મળે છે હાલ.

આવો તારનાર પાસ, વાર કરતા મા,

બાઇબલ કે’ છે ખાસ, ખ્રિસ્ત છે ત્રાતા;
ઇસુ હાજર છે મુકિત દાતા, પ્રેમથી કે’ છેકે “આવ”.

આવો તારનાર પાસ, સાંભળો રે સૌ!

હાલ કરો વિશ્વાસ, ઢીલ ન કરો !
ઈસુને માનો પાપથી ફરો ! તમને બોલાવે છે.

આવો તારનાર પાસ, કરો વિચાર,

આપણે કાજ કેટલું, વેઠયું તારનાર ?
હાલ તે લઇ લેશે સૌ પાપનો ભાર, તેની પાસ આવો રે.

તારનારની પાસે હું આવું છું, તેની પાસે મારાં પાપ લાવું છું

મનની વાત તેની જણાવું છું, પ્રભુ તું સાંભળે છે.

મારે બદલે તું પામ્યો મરણ, તને હું સોપું અંત:કરણ,

મારા પર વહે છે લોહીનું ઝરણ, પાપ મારાં ઘોવાય છે.