ટેક - જય જય ! જય જય ! જય જય ! બોલો સૌ નૌકા સિપાઇ

જૂઓ, સુંદર સ્વર્ગી બંદર; તે વિશ્વાસથી હાલ દેખાય.

મુકિતનું નાવ આગળ ચાલે છે, સ્વર્ગી દેશમાં લઇ જવા;

તેમાં સૌ ભલે પધારો, આવો હાલ તેમાં બેસવા.

લાખો સ્વર્ગે પહોંચેલા છે, ભોગવે છે પરમ સુખ,

લાખો નાવમાં હાલ ફરે છે, જોવાને ઇસુનું મુખ.

કૃપા રૂપી વાયરો વાજે, વેગે મુકિત નાવ ચલાવ,

જેઓ તેમાં બેસે આજે, પામશે આત્માનો બચાવ.

આવો ! આવો ! ઇસુ પાસે ! નાવમાં આવી બેસો હાલ,

આનંદ અનંત, મળશે તમને, સ્વર્ગે રહીશું સદાકાળ.