રોકશો ના કોઈ કદી, રોકશો ના કોઈ,

બાળકોને આવવા દો. રોકશો નાં કોઈ, બોલાવે.

ઝાઝો રાખે પ્રેમ ઇસુ, ઝાઝો રાખે પ્રેમ ;

નાનાં બાળો ઉપર ઇસુ, ઝાઝો રાખે પ્રેમ. બોલાવે.

ચાંપે હૈયા સાથ ઇસુ, ચાંપે હૈયા સાથ;

બાથમાં લઈને તે તો, ચાંપે હૈયા સાથ, બોલાવે.

દે છે આશીર્વાદ ઇસુ, દે છે આશીર્વાદ;

બાળક માથે મૂકી હાથો, દે છે આશીર્વાદ, બોલાવે.

આપે સ્વર્ગી રાજ ઇસુ, આપે સ્વર્ગી રાજ,

નાનાં બાળકોને ઇસુ, આપે સ્વર્ગી રાજ, બોલાવે.