SA360
૧ | આવો, બાળ, આવો, આજે પ્રભાતે, પ્રભુગુણ ગાઈએ સર્વ સંઘાતે. આવો. |
૨ | રક્ષા કરી તેણે ગઈ કાલ રાતે, સાજાં ઊઠાડયાં વળી આજે પ્રભાતે. આવો. |
૩ | રાત અંધારી, બહુ કાળી કાળી, પ્રભુ વિણ કરે કોણ રક્ષા તમારી ? આવો. |
૪ | આજ દિન કામ માટ આશિષ માગો, ગત કાળ ભૂલ થાય તે સહ ત્યાગો. આવો. |
૫ | પિતા, પુત્ર, વળી આત્માને નામે, આજ દિન કામ પર આશિષ જામે. આવો. |