ટેક - આવો તેની પાસે પાપની માફી પામો રે, તેનું નામ છે નકલંક ઇસુ.
આવો, તેની પાસે પાપની માફી પામોરે,

તેનું નામ છે નકલંક ઇસુ.
તેણે આપણે કાજ પોતાનું લોહી વહેવડાવ્યું,
કે આપણાં પાપ ધોવાય, ને મનમાં શાંતિ થાય,
ને સ્વર્ગમાં જવાય -આવો.

જગને તારવા માટે જૂઓ, આવો સ્વર્ગી રાય,

લોકને તારવા લીધેા છે અવતાર,
તેના પ્રકાશે ખસી જશે અંઘકાર,
લીધું છે ઇસુ નામ, ને કીધાં અદ્‌ભુત કામ,
ને જીતશે જગ તમામ - આવો.

હું તો તેની પાસે આવ્યો, થઇને લાચાર,

તેણે કોધો મારો અંગીકાર.
તત્કાળ લઇ લીધાં મારાં સઘળાં પાપનો ભાર,
મળ્યું છે મુકિત દાન, નહિ રહ્યું પાપ નિશાન,
હારી ગયો. શેતાન - આવો