આત્માના સૂરજ, તું મને ન તજ, તુ છે ત્યાં રાત્રિ નથી,

મેઘ રૂપી સદેહ, આડે આવે નહિ, તુજ પર કરુ દ્રષ્ટિ.

સવારથી સાંજ, રહે સંગમાં જ,તુજ વિના રહેવાય નહિ.

રાત્રે અંઘારે, મને સંભાળજે, તુજ વિના મરાય નહિ.

હે પ્રિય ત્રાતા, મજ મુક્તિ દાતા,તારા પર છે વિશ્વાસ,

સૂણ મજ પ્રાર્થના, લે મને હાથમાં, અંત લગી રહે મજ પાસ.