શૌર્ય બતાવી યુધ્ધ કર, ખ્રિસ્ત છે સામર્થ્ય અનુસાર,

ગ્રહી જીવન જે શ્રેયસ્કર, તેથી તાજ, આનંદ નિરંતર.

ઈશ્વર કૃપાએ શરત દોડ, દિવ્ય મુખાકૃતિ નિહાળ,

કરો લે આયુક્રમ સફળ, ખ્રિસ્ત છે માર્ગ, પ્રતિફળ.

ઇસુ પર નાખો ચીતા ભાર, ગરજો તે પુરો કરનાર,

જણો લે શ્રધાળુઓ મન, ખ્રિસ્તજ પ્રેમ અક્ષય જોવન.

રક્ષે પ્રભુ, રાખો ન ડર, તે નિર્વિકાર તું પ્રિયકાર,

જણોશ કેવળ રાખો વિશ્રાસ કે ખ્રિસ્ત તુજ સર્વ રહે છે પાસ.