ટેક - સ્તવો પ્રભુને, હાલેલૂયા; (૨) હાલેલૂયા; હાલેલુયા;

હાલેલૂયા સ્તવો તેને.

ઊઠો સૌ ખ્રિસ્તી વીર કવચ ધરો સૌ સંગે,

પ્રભુ આપશે શકિત ને ધીર, લડો અગ્ર ભાગે.

સૈન્યનો પ્રભુ છે, એનાથી થાઓ પ્રબળ,

જે આધાર ખ્રિસ્ત પર રાખે છે, વિજયી થશે તે કેવળ.

રક્ષા મનની કરજો, ભાવ શ્રમ, પ્રાર્થનાનો ધરજો,

વિશ્વાસની ઢાલ ન વિસરજો ને દરેક હથિયાર સજો.

બળવાન સદાએ રહો, આ જગને પ્રીતિથી ભરી,

શેતાનના બળનો નાશ કરો, ઇસુ પર વિશ્વાસ ધરી.