ટેક - હું ચાલીશ તારી પાછળ તું જ્યાં લઇ જશે ત્યાં,

હું ચાલીશ તારી પાછળ, પરદેશ અને પરગામ;
હું ચાલીશ તારી પાછળ સાચો રહી સદા.
દુઃખ સુખની માંય, ગોઠે તેમ થાય, હું થઇશ તારા સિપાઈ.

ઠરાવ નકકી મેં કર્યો છે, હું થઇશ તારો સિપાઇ,

દરેક જગ્યા, દરેક દેશમાં, જ્યાં અતિ દુઃખ દેખાશે ત્યાં,
ફેલાવવા ખ્રિસ્તની સુવાર્તા, હું થઇશ તારો સિપાઇ.

સંકટ કે મહેનત છો પડે ! હું થઇશ તારો સિપાઇ;

વધસ્તંભ ને શરમ વેઠી, હું થઇશ તારો સિપાઇ;
નહિ રાખું જાત કે પક્ષપાત, કહીશ "સૌ કરો પશ્ચાતાપ"
યુદ્ધ કરીશ તારવાને જગત, હું થઇશ તારો સિપાઇ.

જ્યાં લગ હું ખેંચુ છેલ્લો શ્વાસ, હું થઇશ તારો સિપાઇ,

ને જ્યારે મરણ આવશે પાસ, હું થઇશ તારો સિપાઇ;
ને સ્વર્ગના દરવાજા પર, મ્યાનમાં મૂકીને તરવાર,
હું શત્રુનો કરીશ ધિકકાર, હું થઇશ તારો સિપાઈ.