સૂણ, જીવ મારા, યુદ્ધનો અવાજ એ કયાંથી ?

સર્વ દેશોમાં, તે ઘેર ઘેર, સંભળાય;
મહા સત્ય વાત, કહેવાય છે બહુ આસ્થાથી,
પાપને જીતવા, સેના લડતી દેખાય !

આગળ ચાલો, સૌ જગમાં ગીત ગવાશે,

પાપ મૂકી દો, છે ઇસુની આજ્ઞા;
અંધકાર માંથી આવો અજવાળની પાસે,
કંગાળ લાચારનો, છે મુકિત દાતા.

દૂરથી જેમ મેઘની ભારે ગર્જના ગાજે,

તેમ ખ્રિસ્તની વાત, સંભળાવીશું અમે;
પાપથી લાદેલ, હજારો તે અવાજે,
પ્રભુની આગળ ઘૂંટણ ટેકવશે .

જયવાન થઇ, આ કઠણ યુદ્ધ કરીને,

ઉદય થશે, ને રાત જશે વીતિ
સર્વ પૃથ્વી પર રાજ દેવનું સ્થાપન થશે,
શેતાનનું રાજ પડશે, રે નાશ પામી.

મુકિતની સેના, ઇશ્વરની ફોજ, લોહીને અગ્રિથી જય પામે છે રોજ.