હે દેવ યહોવાહ અમારા ધણી,

જગ તારાણની તને હોંશ ધણી.

તું લાયક છે હું ઘન્ય કહું,

તુંજ ચરણમાં હું નિત્ય રહું.

અર્પ્યો અમને તેં પ્રીત કરી,

તુજ પુત્ર આવ્યો અહોં દેહ ધરી.

થયો માનવ આપો આપ ધણી,

તેણે શત્રુની મહાશકિત હણી.

હતો દંડ અમારે શિર ઘણો,

અને ત્રાસ અતિશે શત્રુ તણો.

પણ આવી દંડ ભાર્યો પોતે,

તુજ પ્રીત થકી આલમ છૂ ટે.

કહું પ્રીત તણા ભંડાર તને,

તુજ ચરણમાં ધણી રાખ મને.