યુદ્ધમાં છીએ જનાર, યુદ્ધમાં છીએ જનાર

જો લોક બકે ને ખોટું કહે, તો અમને શી દરકામ?
ઇસુને કાજ લડીશું, લોકો બચાવવાને.
છીએ શૂરવીર સિપાઇઓ,અને જીતીશું અમે.

લડવા જાએ છે ફોજ, જગ લાવા ખ્રિસ્તની ગમ,

લોહી ને આગની ધજાથી, લોકો થાએ છે દંગ;
કહે છે “રીત રાખતી નથી” છે પડઘમ ના મંજૂર,
કહે છે કે, “ફોજનું મોંટુ કામ નકામું છે જરૂર.”

જોવા કેમ આવતા નથી, લાખો વૃદ્ધ ને જુવાન,

ને દરેક જાતના લોકોને ગાતાં અમારું ગાન;
જે દેશે દેશ ફરે છે, ફેલાવીને રોશની,
પણ જો તેઓ તેમ ન કરે, અમે થોભનાર નથી.

ચાલો મારા સાથીઓ, આ યુદ્ધ કરવા માંડો,

કિલ્લા બાંધવાને સહાય કરી, શેતાનને નસાડો;
હઠી ન જઇએ કદી, સચ્ચાઇથી ચાલીશું.
ઇસુની આજ્ઞાઓ જાણી, તેઓને પાળીશું.

તો ખસી જાવ ઢોગીઓ , ને રસ્તો રોકો મા,

જગતની રીત ન પાળીએ, પણ થઇશું જુદા;
જે દેવ કરવાને કહે છે, તે મનથી કરીશું,
કે આખી પૃથ્વી જાણે અમને તાર્યા ઇસુ.