સ્થિર થાઓ ઇસુના પક્ષમાં,રે સ્તંભના યોદ્ધાઓ,

મુકિતની ધજા ઊચકો, સામા છે વેરીઓ;
શત્રુને ખિસ્ત હારાવશે, થશે, રાજા ખચીત,
ને તે પોતાની ફોજને, ફતેહ પમાડશે નિત;

સ્થિત થાઓ ઇસુના પક્ષમાં, જંગનો સૂણો પોકાર,

ચાલો આ મોટા યુદ્ધમાં ખ્રિસ્તનો કરો પ્રચાર;
અસંખ્ય શત્રુ સામે, લડો થઇ હિંમતવાન,
યુદ્ધમાં તમારી પાસે, છે ઇસુ આગેવાન.

સ્થિર થાઓ ઇસુના પક્ષમાં, તેનાજ બળથી ભરપૂર,

તે પર ભરોસો રાખો, પોતે અશકત જરૂર;
આત્માનાં શસ્ત્રો સજી, પ્રાર્થનામાં રહો જાગૃત,
જ્યાં જોખમ હોય કે ફરજ, ત્યાં હાજર રે જો નિત.

સ્થિર થાઓ ઇસુના પક્ષમાં, યુદ્ધ થશે ટૂંક ખચીત,

આજ તો લડાઇનો નાદ છે, કાલે જીતનારનું ગીત;
જીવનનો તાજ જીતનારને, પ્રભુ મૂકશે માથે,
તે સદા રાજ્ય કરશે, આકાશમાં ખ્રિસ્ત સાથે.