ચાલો ખ્રિસ્તના સૈનિકો, યુદ્ધમાં આગળ જઇએ,

શેતાન સામે યુદ્ધ કરીને, જગને જીતી લઇએ.
જૂઓ લોકો પાપના, બંધને બંધાયા,
બંધન તોડી નાખીશું, જય જય હાલેલૂયા.

સૂણો ખ્રિસ્તાચારીઓ, ઇસુનું ફરમાન આ,

સર્વ દેશમાં જઇને, પ્રસારો સુવાર્તા,
યુદ્ધ ભારે છે ખચીત લો હથિયારો દેવનાં,
ઇસુ આપણો આગેવાન જય જય હાલેલૂયા.

બાંધો સૈનિકો શૂરા, સત્યતાથી કમર,

પહેરીને ઊભા રહો, ન્યાયપણાનું બખ્તર,
શાંતિરૂપ સુવાર્તાની, તૈયારીરૂપ જોડાં,
પહેરીને આગળ વધો, જય જય હાલેલૂયા.